Alto Calendar

Busy/Free કૅલેન્ડર

Alto Calendar તમે પસંદ કરેલા કૅલેન્ડરમાંથી એક Busy/Free કૅલેન્ડર બનાવે છે. તે બતાવે છે કે તમે ક્યારે વ્યસ્ત છો અને છુપાવે છે કે તમે શું કરો છો, જેથી તમે તેને તમારા પાર્ટનર, પરિવાર કે મિત્ર સાથે શેર કરી શકો અને તેમને ફક્ત બ્લૉક જ દેખાય.

તેમને શું દેખાશે

તમારું કૅલેન્ડર સુરભિ સાથે સેશન, પ્રકાશ સાથે લંચ અને જિમ બતાવે છે. તમે શેર કરો છો તે કૅલેન્ડર એ જ સમય બતાવે છે, દરેક પર ફક્ત busy લખેલું, કોઈ શીર્ષક નહીં. કોઈ જગ્યા નહીં, મહેમાન નહીં, નોંધ નહીં.

કયાં કૅલેન્ડર તમને વ્યસ્ત રાખે છે

ઓછામાં ઓછું એક પસંદ કરો: ઘર, કામ, પરિવારનું કૅલેન્ડર. ફક્ત સમય વપરાય છે, વિગતો ક્યારેય નહીં. આ બદલતાં જ તમારું શેર કરેલું કૅલેન્ડર અપડેટ થઈ જાય છે, અને તમારાં કૅલેન્ડર બદલાય ત્યારે બૅકગ્રાઉન્ડમાં ફરી અપડેટ થાય છે.

વ્યસ્ત તરીકે શું ગણાય

  • નકારેલાં આમંત્રણો અને ફ્રી તરીકે ચિહ્નિત બધું હંમેશાં અવગણાય છે, જેથી સમય હોય ત્યારે સમય નથી એવું ન દેખાય.
  • આખા દિવસના ઇવેન્ટ ડિફૉલ્ટ રૂપે બંધ હોય છે, કારણ કે આખા દિવસની મોટાભાગની એન્ટ્રી જન્મદિવસ, રજાઓ કે મુસાફરીનાં નિશાન હોય છે, વ્યસ્તતા નહીં. જો તમારા આવા ઇવેન્ટ ખરેખર વ્યસ્તતા હોય, તો “આખા દિવસના ઇવેન્ટ મને વ્યસ્ત રાખે છે” ચાલુ કરો.

તમારા કૅલેન્ડરનું નામ

બ્લૉક સિવાય લોકોને ફક્ત નામ જ દેખાય છે: તેનાથી તમે જેમની સાથે તે શેર કરો છો તેમને ખબર પડે છે કે આ કોનો સમય છે.

પૂરો ઍક્સેસ કેમ

Alto Calendar એ વાંચે છે કે તમારા ઇવેન્ટ ક્યારે છે, તેમનાં નામ ક્યારેય નહીં, અને એક નવું કૅલેન્ડર બનાવે છે, જે તમે શેર કરો છો. એટલે જ iOS તમારાં કૅલેન્ડરનો પૂરો ઍક્સેસ માગે છે.

તે iCloudમાં હોવું જરૂરી છે

Apple કૅલેન્ડર iCloud દ્વારા શેર કરે છે, એટલે Busy/Free કૅલેન્ડર તમારા iCloud ખાતામાં બને છે. જો iCloud કૅલેન્ડર બંધ હોય, તો તે ફક્ત ફોન પર બને છે અને કોઈની સાથે શેર કરી શકાતું નથી: પહેલાં સેટિંગ્સમાં iCloud કૅલેન્ડર ચાલુ કરો.